12 હતભાગી શ્રમિકોના પરિવારોને ઘરે જઈ સમગ્ર પોલીસ સ્ટાફે મીઠાઈ આપી દિવાળીની ખુશી આપવાનો સરાહનીય પ્રયાસ કર્યો હળવદ : હળવદના જીઆઈડીસી વિસ્તારમાં થોડા સમય પહેલા દિવાલ ઘસી પડવાની કરુણ દુર્ઘટનામાં 12 શ્રમિકોના દટાઈ જવાથી મોત થતા હજુ આ પરિવારમાં પોતાના સ્વજનની ચીરવિદાયને કારણે આઘાતની કળ વળી ન હોવાથી દિવાળીના ટાંકણે પણ શોકનો માહોલ હોવાથી હળવદ પોલીસ સ્ટાફ આ હતભાગી પરિવારોના ઘરમાં દિવાળીનો ઉજાસ પ્રગટાવાની પહેલ કરી હતી. હળવદ પોલીસે આ તમામ હતભાગી પરિવારોના ઘરે જઈ આત્મીતાથી મીઠાઈ આપી દિવાળીની ખુશી આપવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો. હળવદના જીઆઇડીસી વિસ્તારમાં થોડા મહીંના પહેલા મીઠાની ફેક્ટરીમાં મસમોટી દીવાલ ધારાશાયી થવાથી ત્યાં કામ કરતા 12 શ્રમિકોના કરુણ મોત નિપજ્યા હતા. આ 12 મૃતકોમાં કોઈના માતા-પિતા, પતિ, બહેન, બાપ સહિતના લોકો મૃત્યુ પામતા ચારથી વધુ પરિવારોના માળા વિખાઈ ગયા હતા. આ 12 મૃતકોના પરિવારજનો એટલી હદે હચમચી ગયા હતા કે હજુ સુધી આ પરિવારો આઘાતથી સ્તબ્ધ છે. ત્યારે આજે દિવાળીનો તહેવાર હોય અને દરેક પરિવારમાં ખુશી હોય પણ આ હતભાગી પરિવારો શોકગ્રસ્ત હોવાથી ઘરમાં દિવાળીની ખુશીની જગ્યાએ શોકનો માહોલ હોવાથી હળવદ પોલીસ પરિવારે આ પરિવારોને દિવાળીની ખુશી આપવાની પહેલ કરી હતી. જેમાં હળવદ પોલીસ મથકના પીઆઇ એમ.વી. પટેલ, દેવેન્દ્ર સિંહ ઝાલા સહિતના પોલીસ સ્ટાફે આ 12 મૃતકોના ઘરે -ઘરે જઈને મીઠાઈના બોક્સ આપીને પ્રભુ તેમને આઘાતમાંથી બહાર નીકળીને સારી જિંદગી જીવી શકે તેવી શક્તિ આપવાની પ્રાર્થના કરી હતી. તેમજ હળવદમાં આવેલ અનેરી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ચતુરબા બાલાસંકર આચાર્ય આશ્રમ ખાતે રસ્તે રખડતા ભટકતા બિન વાર્ષિ લોકોને અહીં આશ્રય આપવામાં આવે છે અહીં પણ હળવદ પોલીસ દ્વારા મીઠાઈના બોક્સ આપી દિવાળી પર્વની ઉજવણી કરી હતી.