મોરબી: આગામી તારીખ 25મી ઓક્ટોબર 2022ના રોજ સાંજે 4:38 કલાકે આંશિક સૂર્યગ્રહણની અદભુત ખગોળીય ઘટના બનવાની છે. આ સંદર્ભે રીજીયોનલ સાયન્સ સેન્ટર- રાજકોટ દ્વારા સૂર્યગ્રહણ દર્શન અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ તમામ મુલાકાતીઓ વિના મુલ્યે લઈ શકશે. તારીખ 25મી ઓક્ટોબર 2022ના રોજ જે સૂર્યગ્રહણ ઘટવા જય રહ્યું છે તે આંશિક પ્રકારનું છે અને રાજકોટમાં સાંજે 4:38 કલાક પછી શરુ થશે જે સાંજના 6:15 કલાક સુધી ચાલવાનું છે. આ દરમિયાન રીજીયોનલ સાયન્સ સેન્ટર - રાજકોટ દ્વારા સૂર્યગ્રહણ દર્શન અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ બપોરે 3:00 કલાકથી ચાલુ થશે જેમાં ભાગ લેનારને સૂર્યગ્રહણના પાછળના વિજ્ઞાનની તલસ્પર્શી માહિતી આપવામાં આવશે તથા તેના લગતી સમાજમાં પ્રસરતી માહિતીઓ અને માન્યતાઓનું વૈજ્ઞાનિક માર્ગદર્શન કરવામાં આવશે. આ સાથો-સાથ વિવિધ પદ્ધતિઓ જેવીકે પીનહોલ કેમેરા, મિરર રિફ્લેક્શન અને સોલોર ગ્લાસીસ વડે લાઈવ સૂર્યગ્રહણ બતાવવાનું આયોજન છે. આ સાથે સૂર્યગ્રહણ પરની રસપ્રદ કવીઝનું આયોજન પણ કરવામાં આવ્યું છે તથા આ કાર્યક્રમમાં ભાગ લેનારના કુતુહલ રૂપી પ્રશ્નોનું સમાધાન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમ તમામ મુલાકાતીઓ માટે નિઃશુલ્ક રહેશે. રીજીયોનલ સાયન્સ સેન્ટર- રાજકોટ દ્વારા સમગ્ર રાજકોટવાસીઓને આ અદભુત ખગોળીય ઘટનાને નિહાળવા માટે રીજીયોનલ સાયન્સ સેન્ટર - રાજકોટ, ઈશ્વરીયા પાર્ક પાસે, માધાપર, રાજકોટ ખાતે પધારવા અને બહોળા પ્રમાણમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે. રીજીયોનલ સાયન્સ સેન્ટર- રાજકોટ, ઈશ્વરીયા પાર્ક પાસે, માધાપર, રાજકોટ ખાતે વિકસાવવામાં આવ્યું છે. આ સેન્ટરનું ઉદઘાટન માનનીય વડાપ્રધાન દ્વારા 19મી ઓક્ટોબર 2022ના રોજ કરવામાં આવ્યું છે.