29મીએ લોકડાયરો : દરરોજ બપોરે પ્રસાદ અને સાંજે ધૂન ભજનના કાર્યક્રમો મોરબી : નાની વાવડી ગામે આવેલ રામદેવજી મંદિર( નકલંકધામ) ખાતે તા.27થી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 29મીએ લોકડાયરો અને દરરોજ બપોરે પ્રસાદ અને સાંજે ધૂન ભજનના કાર્યક્રમો પણ યોજાનાર છે. મોરબીના નાની વાવડી ગામે બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ રામદેવજી મહારાજ મંદિરમાં તા.27થી તા.2 શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરાયું છે. જેમાં ઉદયપ્રસાદ ગોર તેઓની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવવાના છે. કથાના આચાર્ય તરીકે શાસ્ત્રી પ્રવીણભાઈ રાજગોર છે. આ કથામાં દીપ પ્રાગટય દામજી ભગતના હસ્તે થશે. શ્રીમદ ભાગવત સપ્તાહમાં તા.27એ 9 વાગ્યે પોથીયાત્રા, તા.29એ 6 વાગ્યે નૃસિંહ-વામન અવતાર, તા.30એ 12 વાગ્યે રામ જન્મોત્સવ - 5:30 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ, તા.31એ 6 વાગ્યે ગોવર્ધન લીલા, તા. 1એ 5:30 વાગ્યે રૂક્ષ્મણી વિવાહ, તા.2 એ 11:30 વાગ્યે સુદામા ચરિત્ર સાથે સાંજે 5:30 વાગ્યે કથા વિરામ થશે. કથા દરમિયાન તા.29ના રોજ રાત્રે 9 કલાકે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કચ્છી કોયલ તરીકે જાણીતા વનિતાબેન પટેલ અને સુરેશ પટેલ ઉસ્તાદ ગ્રુપ આરડી સાઉન્ડના સથવારે ડાયરાની રમઝટ બોલાવશે.