મોરબી : મોરબી શહેરમાં નવી ભુગર્ભ ગટર યોજના અંગે સામાજિક કાર્યકરે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને અભિનંદન પાઠવી જૂની ભૂગર્ભ યોજનાઓમા જરૂરી કામગીરી કરવા લેખિત રજૂઆત કરી છે. મોરબીના સામાજિક જીતુભાઈ ઠક્કરે ચીફ ઓફિસરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, રૂપિયા 27.65 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાના કામો મંજૂર થયા છે તે બદલ અભિનંદન, સાથે જ શહેરમાં જુની ગટર યોજના બાબતે ઘણી ઉદાસિનતા દાખવવામાં આવતી હોવાનું જણાવ્યું છે. આ અંગે જીતુભાઈ ઠક્કરે અગાઉ પણ રજુઆત કરી હતી પરંતુ કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. વધુમાં જુની ભૂગર્ભ યોજનામાં ખામીઓ અને મેઈન્ટેનન્સના અભાવ બાબતે ઘણી ફરિયાદો મળતી રહે છે. ત્યારે ચાલુ ગટર યોજના અંગે પણ પુરતું ધ્યાન આપવામાં આવે તેવી માંગણી કરી પ્રજાહિતમાં પ્રશ્ન ઉકેલવા માંગ કરવામાં આવી છે.