મોરબી : મોરબી લીલાપર ચોકડીથી નવાગામ તરફ એક્ટિવા લઈને જઈ રહેલા હરેશભાઇ માવજીભાઈ જાદવ નામના યુવાન આગળ જતા ટેમ્પોની સાઈડ કાપવા જતા ટેમ્પો ચાલકે અચાનક કાવું મારતા અકસ્માતમાં એક્ટિવા ચાલક હરેશભાઈને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ટેમ્પો નંબર જીજે - 36 - ટી - 7221નો ચાલક નાસી જતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.