વાંકાનેર : દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે દિવાળીમાં અવનવા દિવડાઓ બજારમાં જોવા મળતા હોય છે. ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેરના વિશ્વ વિખ્યાત માટી કલાકારે એક અનોખો દિવડો બનાવ્યો છે જે આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. આ દિવડાએ 10 લાખનું ઇનામ પણ જીત્યું છે. જી. હા, આપણે વાત કરી રહ્યા છીએ વાંકાનેરના વિશ્વ જાણીતા માટી કલાકાર મનસુખભાઈ પ્રજાપતિએ બનાવેલા એક અલગ જ અખંડ દિવડાની.. મોરબી જિલ્લાના વાંકાનેરના મીટીકુલના મહારથી મનસુખભાઈ પ્રજાપતિએ એક અલગ જ પ્રકારનો દિવડો બનાવ્યો છે. તેઓએ કુલ ચાર પ્રકારના દિવડા બનાવ્યા છે. જેમાં ચોરસ, ગોળ, લંબગોળ અને ચોરસગોળ જાળીવાળા દિવડા.. નાની મોટી સાઈઝમાં 100 ગ્રામથી લઈને 500 ગ્રામ તેલ સમય તેવા દિવડા મનસુખભાઈએ બનાવ્યા છે. 8 ઇંચ થી માંડી 12 ઇંચના ટુ પીસમાં આ અનોખો દિવડો તેઓએ બનાવ્યો છે. જેમાં નીચેનો ભાગ દિવડો, હેન્ડલ, સ્ટેન્ડનું કામ કરે છે. જ્યારે ઉપરના ભાગમાં તેલ રાખવામાં આવે છે અને નાના હોલના માધ્યમથી તેલ નીચે ટપકે છે. આ દીવામાં વાટ રૂના બદલે રૂ જેવું ગ્લાસ વૃલમાંથી વાટ બનાવે છે. વાટ બળતી નથી અને લાંબો સમય સુધી ચાલે છે. જેથી આ દિવડાનું નામ અખંડ દિવડો રાખવામાં આવ્યું છે. આ દિવડો લાલ ટેરાકોટા માટીમાંથી બનાવી અને 950 ડિગ્રી ટેમ્પરેચર ભઠ્ઠીમાં પકવવામાં આવે છે. મનસુખભાઈ પ્રજાપતિએ બનાવેલા આ દિવડાને નવીન દિવડા શોધ બદલ 10 લાખનું પ્રથમ પ્રાઈઝ બોમ્બેમાં કલર ઇન્ફીનિટી અંગ્રેજી ચેનલના માધ્યમથી મળ્યું છે. આમ 10 લાખ રૂપિયાનો પુરસ્કાર અને એવોર્ડ આપી સન્માનિત થતા મનસુખભાઈ પ્રજાપતિએ મોરબી જિલ્લાનું અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. મનસુખભાઈને તારીખ 22 ઓક્ટોબરના રોજ ચેન્નઈ ખાતે આઇઆઇટી રિસર્ચ ખાતે ચિન્ની ક્રિષ્નન ઇનોવેશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મનસુખભાઈએ માટીનું ફ્રીજ, વોટર ફિલ્ટર, નોનસ્ટિક તવી, ડિનર સેટ, માટીના નાના-મોટા બાઉલ, પાણીની બોટલ, રસોડા વપરાશની 250 માટીની પ્રોડક્ટનું સંશોધન કરી ભારતના પ્રખ્યાત ઇનોવેટર બની નામ રોશન કરેલ છે.