મોરબી : મોરબી - હળવદ હાઇવે ઉપર નીચી માંડલ નજીક સીરામીક ફેકટરીમાં ટ્રક કન્ટેનર રિવર્સ લેવડાવતી વખતે ઢાળને કારણે કન્ટેનર રળતા રિવર્સ લેવડાવી રહેલા ટ્રક ચાલકનું કરુંણ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી હળવદ હાઇવે ઉપર નીચી માંડલ નજીક આવેલ સિમ્પેરો સીરામીક નામની ફેકટરીમાં ટાઇલ્સ ભરવા આવેલ કન્ટેનરને ટ્રક ચાલક રાજેશકુમાર કીશુંદેવ મહંતો રિવર્સ લેવડાવતા હતા ત્યારે ઢાળને કારણે કન્ટેનર અચાનક રળતા દીવાલ અને ટ્રક વચ્ચે આવી જતા રાજેશકુમારનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકના ભાણેજ દેવેન્દ્ર નાગેશ્વર મહતો રહે. હાલ નાના કપાયા, કચ્છ મુળ રહે. કથૈયા બિહારવાળાએ કન્ટેનર નંબર જીજે - 12 - એયુ - 8344 નંબરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.