મોરબી: આગામી તારીખ 25 ઓક્ટોબર ને મંગળવારના રોજ કડવા પાટીદાર કન્યા છાત્રાલય- મોરબી ખાતે મોરબીના કડવા પાટીદાર પરિવારોનો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાશે. મહત્વનું છે કે, કોરોનાના બે વર્ષ દરમિયાન નવા વર્ષે સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ન હોય આ વર્ષે શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી, ઉમા મેડિકલ- મોરબી, તથા ઉમા સંસ્કારધામ (સમાજવાડી) લજાઈના ઉપક્રમે મોરબીમાં વસતા તમામ કડવા પાટીદારોનું સ્નેહમિલન 25 ઓક્ટોબરે સાંજે 4:30 કલાકે કડવા પાટીદાર કન્યા છાત્રાલય મોરબી ખાતે યોજાશે. જેમાં કુળદેવી મા ઉમિયાની સમૂહ આરતી કરી સૌ નૂતન વર્ષની એકબીજાને શુભકામનાઓ પાઠવશે. ત્યારે આ સ્નેહમિલન કાર્યક્રમમાં પધારવા કડવા પાટીદારોને આમંત્રણ પાઠવાયું છે. સ્નેહમિલન પૂર્ણ થયા બાદ અલ્પાહારનું આયોજન પણ કરવામાં આવ્યું છે.