મોરબીઃ અજયભાઈ લોરિયા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા આગામી તારીખ 30 ઓક્ટોબરના રોજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ ક્રાંતિવિરોની પ્રતિમાનો અનાવરણ સમારોહ યોજાશે.. સાથે જ રાત્રે રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતો ડાયરો પણ યોજાનાર છે. આ ઉપરાંત મહારેલીનું પણ આયોજન કરાયું છે. સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા 30મી ઓક્ટોબરે સાંજે 4 કલાકે મહારાણા પ્રતાપ સર્કલથી નવા બસ સ્ટેન્ડ સુધી મહારેલીનું આયોજન કરાયું છે. આ ઉપરાંત સાંજે 5 કલાકે નવા બસ સ્ટેન્ડ સામે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ અન્ય ક્રાંતિવિરોની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવશે. અને રાત્રે રવાપર-ધનુડા રોડ પર આવેલા રામેશ્વર ફાર્મમાં રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતો ડાયરો યોજાશે. આ ડાયરામાં દેશ-વિદેશમાં જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવી, ગીતાબેન રબારી અને નિલેશ ગઢવી રાષ્ટ્રભક્તિના ગીતોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે.