મોરબી: અંબિકા યુવક મંડળ તથા સમસ્ત ગામ મોડપર દ્વારા આગામી તારીખ 25 ઓક્ટોબર ને મંગળવારના રોજ મોડપર ગામમાં રામજી મંદિર ચોક ખાતે રાત્રે 10:30 કલાકે કોમિક અને નાટક ભજવાનું આયોજન કરવામાં આવ્યું છે. દીપાવલી પર્વની શૃંખલામાં અંબિકા યુવક મંડળ દ્વારા આગામી તારીખ 25 ઓક્ટોબર ને મંગળવારના રોજમહાન ઐતિહાસિક નાટક જય ચિત્તોડ અને જીવન શેઠની જમાવટ કોમિક રજૂ કરવામાં આવશે. આ નાટક અને કોમિક નિહાળવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.