એબીવીપી દ્વારા જિલ્લા કલેક્ટરને અપાયું આવેદન મોરબી : ABVP મોરબી દ્વારા TET 1-2 ની પરીક્ષા આપવા માટે B.Ed.ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને લાયક ગણવા બાબતે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવાયું હતું કેશિક્ષણ વિભાગ દ્વારા ગત દિવસોમાં TET-1 અને TET-2ની પરીક્ષા જાહેરાત કરવામાં આવેલ છે. છેલ્લા ઘણા સમયથી આ પરીક્ષાની માંગ વિદ્યાર્થી પરિષદ કરતું આવ્યું છે ત્યારે પરીક્ષાની જાહેરાતનું અ.ભા.વિ.પ સ્વાગત કરે છે. તેમજ ઉપરોક્ત વિષય NCTE ના 11/02/2011 ના No764/2010ના પરિપત્ર મુજબ આગામી દિવસોમાં યોજાનાર આ TET 1-2ની પરીક્ષામાં NCTEના પરિપત્ર તેમજ કેન્દ્ર સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા જે રીતે CTETની પરીક્ષામાં B.Edના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ને પરીક્ષા આપવાની તક મળે છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના ભરતી પ્રક્રિયા પ્રમાણે આગામી સમયમાં રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત દ્વારા લેવાનાર TET 1-2ની પરીક્ષા આપવા માટેની શૈક્ષણિક B.Ed ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પણ TET 1-2ની પરીક્ષા આપી શકે તે પ્રકારની જોગવાઈ કરવામાં આવે તેવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યોગ્ય નિર્ણય કરવા માટે માંગ કરે છે.