મોરબી: આગામી તારીખ 25 ઓક્ટોબર ને મંગળવારના રોજ રાત્રે 10 કલાકે થોરાળા ગામના રામચોક ખાતે નાટક અને કોમિકનું ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાધે ક્રિષ્ના ગૌશાળા યુવક મંડળ તથા સમસ્ત ગામ થોરાળા દ્વારા જય ચિત્તોડ નાટક અને નાથાબાપાનો ઘર સંસાર કોમિક ભજવવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા સૌને આમંત્રણ પાઠવ્યું છે.