મોરબી : મોરબીના રાજપર ( કુંતાસી) ગામે ભાઈબીજે ઐતિહાસિક નાટક રા નવઘણ ભજવાશે. જેમાં જય અંબે ગૌસેવા યુવક મંડળ રાજપર ( કુંતાસી) દ્વારા તા.27ને ગુરુવારે ભાઈબીજના પર્વ ઉપર રાત્રે ગામની ગૌસેવાના લાભાર્થે વર્ષોની પરંપરા મુજબ રાજપર (કુંતાસી) ગામના રામજી મંદિર ચોક ખાતે ઐતિહાસિક નાટક રા નવઘણ ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથેસાથે પેટ પકડીને હસાવતું હાસ્ય કોમિક દીકરો દયારામ રજૂ થશે. તેથી આજુબાજુના લોકોને નાટક નિહાળવા ઉપસ્થિત રહેતા જય અંબે ગૌસેવા યુવક મંડળ અને સમસ્ત રાજપર ( કુંતાસી) ગામ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે