યુવા ઉદ્યોગપતિના જન્મદિવસની મિત્ર મંડળ દ્વારા અનોખી ઉજવણી, ગૌમાતા માટે યોજાયેલા લોકડાયરા ઉધોગકારોએ મન મુકીને નોટોનો વરસાદ કર્યો, પાંજરાપોળની 1100 વીઘા જમીનને ડેવલોપ કરીને ગાય માતાના મંદિર સહિત હરવા ફરવા લાયક સ્થળ બનાવવા માટેની ટ્રસ્ટીઓ દ્વારા જાહેરાત મોરબી : મોરબીના યુવા ઉદ્યોગપતિના જન્મદિવસની મિત્ર મંડળ દ્વારા અનોખી ઉજવણી કરી ગૌમાતા માટે યોજાયેલા લોકડાયરા ઉધોગકારોએ મન મુકીને નોટોનો વરસાદ કર્યો હતો. જેથી પાંજરાપોળ માટે લોકડાયરામાં નોટોનો વરસાદ થતા એક જ રાતમાં 30 લાખનું દાન એકત્ર થયું હતું. આથી પાંજરાપોળની 1100 વીઘા જમીનને ડેવલોપ કરીને ગાય માતાના મંદિર સહિત હરવા ફરવા લાયક સ્થળ બનાવવા માટેની ટ્રસ્ટીઓ દ્વારા જાહેરાત કરાઈ હતી. મોરબીના સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલા યુવા ઉદ્યોગપતિ સવજીભાઈ બારૈયાના જન્મદિવસની તેઓના ઉધોગપતિ મિત્ર મંડળ દ્વારા પ્રેરણાદાયી ઉજવણી કરવા માટે ખાસ કરીને મોરબીના પાંજરાપોળના લાભાર્થી મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ રાધે પાર્ટી પ્લોટ ખાતે લોકડાયરો યોજાયો હતો.આ લોક ડાયરામાં ભજનીક નિલેશભાઈ ગઢવી, લોકગાયિકા અપેક્ષા પંડ્યા, સાહિત્ય કલાકાર પિયુષ મહારાજ તેમજ પ્લેબેક સિંગર દેવ ભટ્ટ સહિતનાઓ ભારે જમાવટ કરતા ઉધોગપતિઓએ તેમના ભજનો ઉપર રીતસર નોટોનો વરસાદ વરસાવ્યો હતો. આથી પાંજરાપોળમાં નિભાવ કરતા 4200 થી વધુ ગૌવંશો માટે એક જ રાતમાં 30 લાખથી વધુનું દાન એકત્ર થયું હતું.આ લોકડાયરામાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, સિમ્બોલો ગ્રુપના જીતુભાઈ અઘારા, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા, ઉધોગપતિ અનિલભાઈ વરમોરા, ગણેશ મંડપ સર્વિસ વાળા અરવિંદભાઈ બારૈયા, યુટયુબ ફેમ ઓમ બારૈય, રાજુભાઈ પટેલ, સિરામિક એસોસિયેશનના પ્રમુખ વિનોદભાઈ ભાડજા સહિતના ઉપસ્થિત રહીને ગૌમાતા માટે ઉદારહાથે દાન આપ્યું હતું.