મોરબી : મોરબીમાં આવેલ સરસ્વતી શિશુમંદિર દ્વારા બાળકોને સારું શિક્ષણ ઉમદા ચારિત્ર્યનું ઘડતર અને બાળકો સાથે કેવો વ્યવહાર રાખવો તે અંગે વાલીઓને તાલીમ આપવામાં આવે છે. જેમાં તાજેતરમાં મોરબીના સરસ્વતી શિશુમંદિર દ્વારા વાલીઓ માટે વિવિધ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું સરસ્વતી શિશુમંદિરમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓ માટે નિબંધ સ્પર્ધા, વ્યક્તિગત ગીત સ્પર્ધા, એક પાત્રીય અભિનય સ્પર્ધા અને સામુહિક ગીત સ્પર્ધા જેવી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ઉત્તમ શ્રેણી, મધ્યમ શ્રેણી એમ નંબર આપી તેમને પુસ્તક અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને બાકી ભાગ લેનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાલયના વ્યવસ્થાપકો, પ્રધાનાચાર્યો, આચાર્યો અને વહીવટી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમનું મૂલ્યાંકન કર્યું હતું.