કોરોના દિવંગતોના મોક્ષર્થે ભાગવત સપ્તાહ, સુખડી વિતરણ અને બ્લડ ડોનેશન કેમ્પ બદલ બહુમાન મોરબી : મોરબી માટે ગૌરવ સમાન ઘટના બની છે. પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા દ્વારા ત્રણ - ત્રણ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. રાજકારણની સાથે સાથે સમાજ સેવામાં પણ અનેરું યોગદાન આપનારા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા દ્વારા ત્રણ એવોર્ડ એનાયત કરાયા છે. જેમાં પ્રથમ એવોર્ડ 75 હજાર કિલો સુખડી એક મહિનામાં બનાવીને ગાયોને વિતરણ કરવા બદલ અપાયો છે. બીજો એવોર્ડ કોરોનામાં મૃત્યુ પામેલા 756 દિવંગતોના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન અને પૂજન કરવા બદલ આપવામાં આવ્યો છે અને ત્રીજો એવોર્ડ કથાના પટાંગણમાં એક દિવસમાં 720 રક્તની બોટલ એકત્ર કરવા બદલ અપાયો છે. આમ ત્રણ ત્રણ એવોર્ડ મેળવીને કાંતિભાઈ અમૃતિયાએ સમગ્ર મોરબીનું ગૌરવ વધારતા તેમના ચાહકોમાં ખુશીની લહેર દોડી ઉઠી છે.