મોરબી : ગાંધીનગરના દ્વારકા હોલ સ્વર્ણિમ સંકુલ ખાતે ડો.નિમાબેન આચાર્ય વિધાનસભા અધ્યક્ષ અને બ્રિજેશભાઈ મેરજા શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગના મંત્રી અગ્ર સચિવ અંજુબેન શર્મા તથા નિયામકની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયેલ દિવ્યાંગ પારિતોષિક સમારોહમાં દિવ્યાંગ હોવા છતાં પોતાની ખામીને ખૂબીઓમાં પરિવર્તીત કરી પોતાના કર્મને જ ધર્મ માની પોતાના વ્યવસાય પ્રત્યે કટિબદ્ધ અને પ્રતિબદ્ધ બની શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બજાવી રાજ્યના શ્રેષ્ઠ દિવ્યાંગ શિક્ષક તરીકે મોરબીની રાજપર તાલુકા શાળામાં ફરજ બજાવતા દિનેશભાઈ મોહનભાઈ ભેંસદડીયાને પારિતોષિક પ્રાપ્ત કરી મોરબીનું ગૌરવ વધારેલ છે.