મોરબી : મોરબી તાલુકાના બીલીયા ગામે રામજી મંદિર ચોકમાં આગામી તારીખ 22/10/2022ને શનિવારે રાત્રે તોરણીયાનું પ્રખ્યાત નકલંક નેજાધારી રામામંડળ રમાશે. નકલંક સાઉન્ડના સથવારે ગાયક મિલન કાકડીયા, ભોળાભાઈ (ગગુડીયો), ભુટો ભરવાડ વગેરે ધર્મપ્રેમીઓને રસતરબોળ કરશે. વાસુદેવભાઈ ભગવાનજીભાઈ ગામી તથા ગૌરીબેન વાસુદેવભાઈ ગામી પરિવાર આયોજિત આ રામામંડળ નિહાળવા સર્વે ધર્મપ્રેમીઓને અનુરોધ કરાયો છે. આ અવસરે એકત્રિત દાન બીલીયા ગામના સારા કાર્યો માટે વાપરવામાં આવશે.