હળવદઃ આગામી તારીખ 25 ઓક્ટોબર ને મંગળવારના રોજ રાત્રે 10 કલાકે જુના દેવળીયા ગામે આવેલી પટેલ સમાજ વાડી ખાતે નાટક અને કોમિક રજુ કરવામાં આવશે. વિજય ગરબી મંડળ જુના દેવળીયા દ્વારા જુના દેવળીયા ગામની પવિત્ર રંગભૂમિ પર 25 ઓક્ટોબરે મહાન ઐતિહાસિક નાટક પૃથ્વીરાજ ચૌહાણ અને હાસ્યનો હાહાકાર મચાવનાર કોમિક માલી મતવાલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો આ કાર્યક્રમમાં પધારી પ્રોત્સાહન આપવા અને સાથ સહકાર આપવા સૌને આમંત્રણ પાઠવાયું છે.