મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી, નિલકંઠ સ્કૂલ અને આધ્યા ફાઉન્ડેશનના સહયોગથી નિલકંઠ સ્કૂલ ખાતે મહિલાઓને મંચ પૂરું પાડવાના ઉદ્દેશથી પ્રદર્શન અને સેલનું આયોજન કરવામાં આવ્યું હતું. નિલકંઠ સ્કૂલ ખાતે યોજાયેલ આ પ્રદર્શનમાં ઘરેથી પોતાનો વ્યવસાય કરતી જરૂરિયાતમંદ મહિલાઓએ પોતાની ચીજવસ્તુઓનું વેચાણ કર્યું હતું અને સારો એવો નફો મેળવ્યો હતો. આ પ્રદર્શનમાં સહભાગી થનારા તમામ 29 સ્ટોલને વિવિધ કેટેગરીમાં પુરસ્કાર આપવામાં આવ્યા હતા.