મોરબી : માર્કેટ યાર્ડમાં દિવાળીના તહેવારો નિમિત્તે રજા જાહેર કરવામાં આવી છે. જાહેર તહેવાર નિમિત્તે મોરબી માર્કેટ યાર્ડના અનાજ વિભાગમાં આગામી તારીખ 24 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી રજા જાહેર કરવામાં આવી છે. તેમજ તારીખ 31 ઓક્ટોબરને સોમવારથી હરરાજીનું કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. જેની સર્વે ખેડૂતો, વેપારીઓ અને એજન્ટોને નોંધ લેવા જણાવ્યું છે. અત્રે ખાસ નોંધનીય છે કે તારીખ 22/10 ને શનિવારના રોજ સવારના 8:00 વાગ્યા સુધી જ માલ ઉતારવા દેવામાં આવશે. ત્યારબાદ કોઈ ખેડૂતોએ માલ લઈને આવવું નહીં. તેમજ તારીખ 30/10 ને રવિવારથી માલની આવક ફરી શરૂ કરવામાં આવશે.