મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે લૂંટાવદર ગામે આરોપી દિનેશભાઇ રામજીભાઈ ધરમઠીયાના રહેણાંકમા દરોડો પાડતા ઘર નજીક આવેલ ઉકરડામાથી વિદેશી દારૂની 27 બોટલ કિંમત રૂપિયા 13,230 મળી આવી હતી. જો કે, પોલીસને જોઈ આરોપી નાસી જતા તાલુકા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.