પારૂલ મહિલા પ્રગતિ મંડળ અને અર્પિત મહિલા ટ્રસ્ટ દ્વારા સામાન્ય વર્ગને શુદ્ધ અને સસ્તાદરે મીઠાઈ-ફરસાણ મળી રહે તેવું આયોજન મોરબી : મોરબીમાં પારૂલ મહિલા પ્રગતિ મંડળ અને અર્પિત મહિલા ટ્રસ્ટ દ્વારા દિવાળીના તહેવારો પર સામાન્ય વર્ગને શુદ્ધ અને સસ્તાદરે મીઠાઈ-ફરસાણ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિવાળીના તહેવારો નિમિતે તા.22ના રોજ બપોરે 2થી સાંજના 6 દરમિયાન પારૂલ મહિલા પ્રગતિ મંડળ અને અર્પિત મહિલા ટ્રસ્ટ જ્ઞાનપંથ સ્કૂલ, સામે શનાળા રોડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, સીધેશ્વર મહાદેવ મંદિર ખાતે રાહતદરે મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરાશે. માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થાન મોરબી તથા પારૂલ મહિલા પ્રગતિ મંડળ અને અર્પિત મહિલા ટ્રસ્ટ મોરબીના સંયુક્ત ઉપક્રમે દિવાળી પર ગરીબ કે મધ્યમ વર્ગના લોકોને રાહતદરે ખાવા લાયક મીઠાઇ-ફરસાણ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ મોંઘવારીના સમયમા આવા લોકો પોતાના ઘર કુટુંબ-પરિવાર માટે વર્ષમા એકવાર આવતા તહેવાર પર પોતાના ઘરે ગુણવતાયુકત મીઠાઇ-ફરસાણ લાવી શકતા નથી માટે આ પ્રયાસ થકી લોકોને સસ્તામા મીઠુ મોઢુ કરાવી દિપાવલીમા હર ઘર ખુશી ફેલાવવાનુ કામ કરવાની પહેલ કરી છે. વ્યકિતગત કે સંસ્થા/ઇન્સ્ટિટ્યૂટ/એજન્સી પણ આ ભગીરથ કાર્યમા જોડાઈને યથા યોગ્ય ઓર્ડર આપી શકે છે. આ રાહતદરે મીઠાઈ ફરસાણનો લાભ લેવા એડવાન્સ બુકિંગ જરૂરી હોવાથી તા.16થી 20 ઓક્ટોબર સુધીમાં માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થાન 3જો માળ ટ્રેડ સેનેટ વીસી હાઈસ્કૂલ પાછળ -પરેશભાઇ ત્રિવેદી, પારૂલ મહિલા પ્રગતિ મંડળ અને અર્પિત મહિલા ટ્રસ્ટ જ્ઞાનપંથ સ્કૂલ સામે શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ સીધેશ્વર મહાદેવ મંદિર-રંજનબેન ભાયાણી, જનસુવિધા કેન્દ્ર નચિકેતા કોમ્પલેક્ષ મહારાણા પ્રતપ સર્કલ- સુમિતાબેન સુરેલા, રાધે સેલ્સ એજન્સી સંજીવની હોસ્પિટલની બાજુમાં મહેશ હોટલ આગળ શનાળા રોડ-ભરતભાઇ પટેલ, પ્રિયાંશી બ્યુટી પાર્લર જનકનગર સોસાયટી પટેલ વાડી સામે-અસ્મિતાબેન ગૌસ્વામી, શક્તિ ઓટો ગેરેજ નવલખી રોડ સેન્ટ મેરી સ્કૂલ પાસે-રામજીભાઈ મકવાણા પાસે એનડવાન્સ બુકિંગ કરાવી લેવા યાદીમાં જણાવાયું છે.