મોરબી : મોરબી એલ.ઇ.કોલેજ નજીક આવેલ અક્ષર સીટી ફ્લોરા પાસે જીજે - 17 - બીએન - 1740 નંબરના ટ્રેકટર ચાલકે બેદરકારીથી પોતાનું ટ્રેકટર ચલાવી મુળ મધ્યપ્રદેશના વતની રવીન્દ્રભાઈ લાલચંદભાઈ ખંદેળાની દોઢ વર્ષની માસૂમ પુત્રી આરોહીને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચાડી મૃત્યુ નિપજાવી ટ્રેકટર મૂકી નાસી ગયો હતો.ઘટના અંગે રવીન્દ્રભાઈએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ટ્રેકટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.