વૃદ્ધોને થતા રોગો માટેનો ખાસ જેરિયાટ્રીક વિભાગ અને જનરલ સર્જરી વિભાગ શરૂ : એમ.ડી. ડો.ધર્મેશ ભાલોડીયા, જેરિયાટ્રીક ફિઝિશિયન ડો. પુનિત પડસુંબિયા, જનરલ સર્જન ડો.ભાર્ગવ વસિયાણીની 24×7 સેવા ઉપલબ્ધ મોરબી : મોરબીની જાણીતી સત્યમ્ હોસ્પિટલે એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ડૉ. ધર્મેશ ભાલોડીયા એમ.ડી. (Medicine) જેઓ એ મોરબીમાં કોરોનામાં હજારો દર્દીઓને સારવાર આપી સાજા કર્યા હતા. તેઓએ એકલા હાથે એક વર્ષમાં 15000+ દર્દીઓની OPD, 1000+ દાખલ દર્દીઓની સારવાર કરીને દર્દીઓના આશીર્વાદથી દર્દીઓને વધારે સુવિધા મળે એ ઉદ્દેશ્યથી તાજેતરમાં સર્જરી અને જેરિયાટ્રીક એટલે કે મોટી ઉંમરે થતાં રોગોનો ખાસ વિભાગ પણ ચાલુ કર્યો છે. જેમાં ડૉ.ભાર્ગવ વસિયાણી MS (General Surgeon) પેટના ઓપરેશન, સારણગાંઠ, એપેન્ડિક્સ વગેરે જેવા ઓપરેશન દૂરબીન અને ઓપનથી કરે છે અને ડૉ. પુનિત પડસુંબિયા (Geriatric Physician) જેઓ વૃદ્ધ લોકોને થતી બીમારીઓના નિષ્ણાંત છે. સત્યમ હોસ્પિટલ એકમાત્ર એવી હોસ્પિટલ છે જે ઉંમરને લીધે હોસ્પિટલ આવી શકવા અસક્ષમ અથવા કોઈ એવી બિમારીઓ જેમાં ઘરે સારવારની જરૂરિયાત હોય એવા દર્દીઓ માટે એક્સપર્ટ ડોક્ટરની વિઝિટની સેવા અને નર્સિંગ કેર પણ આપે છે. આ ઉપરાંત હોસ્પિટલમાં ડાયાબિટીસ, બીપી, થાયરોઈડ, જૂની બિમારીઓ, અલગ અલગ તાવ અને ગંભીર બિમારીઓ જેમ કે હૃદય રોગનો હુમલો,શ્વાસની ફેફસાની તકલીફ, પેરાલિસિસ, ઝેરી દવાની અસર, સર્પ દંશ માટે અદ્યતન આઇસીયુની સુવિધા પણ છે. ઉપલબ્ધ સુવિધાઓ : 1) TMT મશીન ( પટ્ટા પર દોડીને થતાં દુઃખાવો, વારસાગત હાર્ટ એટેકના જોખમો ધરાવતી વ્યક્તિઓ માટે તથા હેલ્થ ચેકઅપ અને જોખમી ઓપરેશન પહેલા ફિટનેસ માટે ઉપયોગી થતી તપાસ. 2) PFT મશીન ( શ્વાસની કાર્યક્ષમતા માપવાનું સાધન) મોરબીમાં સિરામિક , કોલસા, પેપરમિલ જેવા ઉદ્યોગોમાં ઊડતી જીણી ધૂળ, રજકણ, અશુદ્ધિઓને કારણે થતાં ફેફસાને નુકશાન માટે તેમજ દમ, અસ્થમા, બીડી, સિગારેટ, વાહનોના ધુમાડાના કારણે થતા ફેફસાના નુકશાન માટે શ્વાસની તમામ પ્રકારની બિમારીઓના સચોટ નિદાનમાં ઉપયોગી તપાસ. 3) Biothesiometer ( નસોની તપાસ માટે મશીન) ડાયાબિટીસ, દારૂના વ્યસનના લીધે તેમજ વિટામિનોની ઉણપના લીધે થતાં નસોના નુકશાનનું નિદાન. 4) OSA : સ્થૂળ – મેદકાય , ટૂંકી ડોક અને મેટાબોલિક સિસ્ટમ વાળા લોકોમાં ઉદભવતી ઊંઘને લગતી શ્વાસની બીમારીઓની તપાસ માટેની સુવિધા. એડ્રેસ ખુશ્બુ હોસ્પિટલની સામે, પેટ્રોલ પંપની સામેની શેરી, સરદાર બાગની બાજુમાં, શનાળા રોડ, મોરબી 02822 222888 , 9795222888