મોરબી : મોરબી શહેરના નવલખી રોડ ઉપર મકાનનું સેન્ટ્રીગ કામ કરતી વેળાએ મુળ રાજસ્થાનના ઉદેપુરના વતની અને હાલ અમદાવાદ વાડજ ખાતે રહેતા નથુલાલ સોહમ સરફોટા નામનો યુવાન વીજ તારને અડકી જતા વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.