દિવાલનું નામ નબળું થયું હોવાથી ટૂંકાગાળામાં જર્જરિત બની, ઉપસરપંચે ડીડીઓને રજુઆત કરી દિવાલના કામની તટસ્થ તપાસની માંગ કરી ટંકારા : ટંકારાના અમરાપર ગામે પુર સંરક્ષણ દિવાલની કામગીરી લોલમલોલ રીતે થઈ હોવાની ફરિયાદ ઉઠાવી તેમજ દિવાલનું નામ નબળું થયું હોવાથી ટૂંકાગાળામાં જર્જરિત બની હોવાના આક્ષેપ સાથે ઉપસરપંચે ડીડીઓને રજુઆત કરી દિવાલના કામની તટસ્થ તપાસની માંગ કરી છે. સામાજિક ન્યાય સમિતિ અમરાપર (ટંકારા) ગ્રામ પંચાયતના ઉપસરપંચ દ્વારા ટંકારા ટીડીઓ અને જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરાઈ હતી કે, ટંકારાના અમરાપર ગામે 15માં નાણાંપંચની યોજના હેઠળ ગામના કુવા અને વાડી વિસ્તારમાં પુર સંરક્ષણ દિવાલનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ આ દીવાલનું કામ ખુબ જ નબળું થયું હોય ટૂંકાગાળામાં આ દીવાલ જર્જરિત બની ગઈ છે. સંભવિત વધુ વરસાદ થાય તો ગામમાં પાણી આવતા અટકાવવા માટેની દીવાલ તકલાદી બન્યાનો આરોપ મૂકી ભવિષ્ય વધુ વરસાદથી ગામલોકોને મુશ્કેલી પડશે તેમજ આ ગંભીર બાબતે સરપંચ અને તલાટીનું ધ્યાન દોરવા છતાં કોઈ પગલાં ન લેવાતા આ ગંભીર બાબત હોવાથી દિવાલના કામની યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે.