વાંકાનેર: તારીખ 22 ઓક્ટોબરને શનિવારના રોજ ડો. વિવેક બાબુભાઈ ઉધરેજા અને ઉદય બાબુભાઈ ઉધરેજા દ્વારા સુપ્રસિદ્ધ શ્રી ખોડીયાર માતાજી મંદિર માટેલ તથા સંત શ્રી વેલનાથ ધામ મકતાનપર ખાતે દિવ્ય ધ્વજા આરોહણનું આયોજન કરવામાં આવ્યું છે. 22 ઓક્ટોબરે સવારે 8:30 કલાકે વાંકાનેરના સંત શ્રી વેલનાથ બાપુના મંદિરેથી ભવ્ય બાઈક અને ફોર વ્હીલ સાથે યાત્રા નીકળશે અને ત્યારબાદ શ્રી ખોડીયાર માતાજી મંદિર માટેલ અને સંત શ્રી વેલનાથ ધામ મકતાનપર ખાતે ધ્વજા રોહણ કરવામાં આવશે. તો આ કાર્યક્રમમાં જોડાવા માટે ધર્મ પ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.