અમે 35 વર્ષથી રાજકારણમાં છીએ, બોલવામાં શરમ રાખવા ઇટાલિયાને સલાહ મોરબી : આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયાનો વડાપ્રધાન મોદી અને તેમના માતા હીરાબા ને લઈ ને સામે આવેલા વિડીયો બાદ મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ આકરી ટિપ્પણી કરી ગોપાલ ઇટાલિયાને આડેહાથ લઈ તેમની સાથે ડિબેટમાં આવવા ખુલ્લી ચેલેન્જ આપી હતી. આપ નેતા ગોપાલ ઇટાલિયાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના માતુશ્રી હીરાબાને લઇ સામે આવેલા વિડીયો અંગે કાંતિલાલ અમૃતીયાએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બોલવામાં શરમ રાખવી જોઈએ. અમે, 35-35 વર્ષથી રાજકારણમાં સક્રિય છીએ ત્યારે ગોપાલ ઇટાલિયાએ દેશના વડાપ્રધાન માટે કરેલ નિવેદનની ટીકા કરી ગોપાલ ઇટાલિયાને કહ્યું હતું કે તું કોઈના શીખવ્યા પ્રમાણે બોલમાં અને જો ડિબેટ કરવી જ હોય તો તેમની સામે કોઈપણ જગ્યાએ જાહેરમાં આવી જવા લલકાર પણ ફેંક્યો હતો. https://youtu.be/Tn6KixKznfE