ટંકારાઃ નાના રામપર ગામના વિજેન્દ્રભાઈ રાણવાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં અરજી કરીને જણાવ્યું છે કે, તેઓના પિતા પ્રેમજીભાઈ રવજીભાઈ રાણવા ઘરે કોઈને કહ્યા વગર ચાલ્યા ગયા છે.ઘરેથી ચાલ્યા ગયેલા પ્રેમજીભાઈ રાણવાની ઉંમર 60 વર્ષની છે. હાથમાં કાનુડાનું નિશાન છે અને ઘરેથી નીકળ્યા તે વખતે તેઓએ સફેદ અને કાળા કપડાં પહેરેલા હતા. ઘરેથી દવા લેવા જવાનું કહીને નીકળી ગયા હતા. ત્યારબાદ ઘરના સભ્યો સાથે એક વખત ફોન પર વાત થઈ હતી પરંતુ ત્યારબાદ તેઓ સાથે સંપર્ક થઈ શક્યો નથી. કોઈપણને આ ગુમ વ્યક્તિ અંગેની જાણકારી મળે તો તેમના પુત્રના મોબાઈલ નંબર 95867 60568 પર અથવા ટંકારા પોલીસ સ્ટેશનમાં જાણકારી આપવી.