મોરબી : મોરબીના અદેપર નજીક આવેલ પેપરમીલમાં આજે બપોરે આગ લાગી હતી. જો કે, મોરબી નગરપાલિકના ફાયરબ્રિગેડ સ્ટાફે તાકીદે ઘટનાસ્થળે ઘસી જઈ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના અદેપર નજીક આવેલ બ્રોવાનીયા પેપરમીલ એલએલપીપીમાં બપોરે બે વાગ્યાના અરસામાં આગ લાગતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા મોરબી ફાયર ટીમ દ્વારા એક મીની ફાયર ફાયટર અને એક વોટર બ્રાઉઝર વડે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. જો કે, સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળે છે.