નવજીવન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના છાત્રોએ માર્યું મેદાન મોરબીઃ ગત તારીખ 7 ઓક્ટોબર થી 9 ઓક્ટોબર સુધી જયપુર ટેક્વોંડો એસોસિએશન દ્વારા 1st ભગવાન નિંબાર્ક ઓપન નેશનલ ટેક્વોંડો ચેમ્પિયનશિપ-2022નું આયોજન રાજસ્થાનના જયપુર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી 24 જેટલી ટીમના 680 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગુજરાતમાંથી મોરબીની નવજીવન વિદ્યાલય અને ન્યુ એરા પબ્લિક સ્કૂલ (DLSS)ની ટીમે ટેક્વોંડોની પુમસે તેમજ ક્યોરુગી ઈવેન્ટમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી 13 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર મેડલ તેમજ 7 બ્રોન્ઝ મેડલ સાથે સમગ્ર ભારતમાં બીજા નંબરથી વિજેતા ટીમ બની છે. આમ શાળાના ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ સારું પ્રદર્શન કરીને ગુજરાત રાજ્ય તેમજ મોરબી અને શાળાનું ગૌરવ વધાર્યું છે. જે બદલ જિલ્લા રમત વિકાસ અધિકારી રવિભાઈ ચૌહાણ, શાળાના કેમ્પસ ડાયરેક્ટર ડી.બી.પાડેલીયા, હાર્દિકભાઈ પાડેલીયા, બ્રિજેશભાઈ પટેલે ટીમના કોચ વિરેન્દ્રસિંહ ગોહિલ અને ખેલાડીઓને અભિનંદન પાઠવી ઉતરોતર પ્રગતિ કરી દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી છે.