મોરબીઃ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન- મોરબી તથા મોરબી ઓબ્સ્ટ્રેટીક્સ ગાયનેક સોસાયટી તથા એસોસિએશન ઓફ પેડીયાટ્રિશિયન-મોરબી દ્વારા આગામી તારીખ 15 અને 16 ઓક્ટોબરના રોજ ગર્ભ સંસ્કાર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના રવાપર રોડ પર આવેલી નિલકંઠ સ્કૂલની સામે આઈ.એમ.એ.હોલમાં આ સેમિનાર યોજાશે. ગર્ભ સંસ્કાર સેમિનારમાં ગર્ભમાના શિશુના વિકાસનું વિજ્ઞાન, ગર્ભાવસ્થામાં આસન, પ્રાણાયમ, ધ્યાન, ગર્ભાવસ્થામાં આહાર-વિહારની સમજ, મંત્ર, શ્લોક, પ્રાર્થના અને સંગીતની અસર, ગર્ભાવસ્થામાં પ્રસુતિ દરમિયાન, પ્રસુતિ પછીની સંભાળ, નવજાત શિશુની સંભાળ સહિતના વિષયોની સમજ આપવામાં આવશે. સેમિનારનો સેશન-1 તારીખ 15 ઓક્ટોબરને શનિવારના રોજ બપોરે 3 થી 5-30 વાગ્યા દરમિયાન યોજાશે. સેશન-2 16 ઓક્ટોબર ને રવિવારના રોજ સવારે 7 થી 9-30 વાગ્યા દરમિયાન યોજાશે અને સેશન-3 16 ઓક્ટોબરે રવિવારના રોજ બપોરે 3 થી 5-30 વાગ્યા દરમિયાન યોજાશે. સેમિનારમાં ગર્ભવતી સ્ત્રી અને સંતાન ઈચ્છુક સ્ત્રીઓ અને ગર્ભ સંસ્કાર વિશે જાણવા ઈચ્છુક સ્ત્રીઓ ભાગ લઈ શકશે. રજિસ્ટ્રેશન માટે ડો. કૃષ્ણ ચગ (મો.નં. 9106890800) નો સંપર્ક કરવો.