ગૌશાળાના લાભાર્થે આયોજન : રામલાની રામાયણ નામનું કોમિક પણ રજૂ થશે મોરબીઃ અભિલાષા ગૌસેવા યુવક ટ્રસ્ટ તથા બગથળા ગામ સમસ્ત દ્વારા આગામી તારીખ 24 ઓક્ટોબર ને સોમવારના રોજ રાત્રે 9 કલાકે બસ સ્ટેન્ડની બાજુમાં નાટક અને કોમિક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. બગથળા ગામે ગૌશાળાના લાભાર્થે બાલાજી સાઉન્ડના સથવારે ઐતિહાસિક નાટક દાનેશ્વરી કર્ણ અને શેઠ શગાળશા ભજવાશે સાથે જ રામલાની રામાયણ નામનું કોમિક પણ રજૂ કરવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.