ગૌરવ યાત્રામાં કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા પિયુષ ગોયલ સહિતના અગ્રણીઓ જોડાશે અને આ યાત્રા મોરબીમા નેહરુ ગેટે પહોંચી જાહેર સભાને પણ સંબોધન કરશે મોરબી : વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રજા સુધી પોતાની વાત પહોંચાડવા માટે કોંગ્રેસ બાદ હવે પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રા કાઢવામાં આવી છે. આ યાત્રા આવતીકાલે તા. 14ને શુક્રવારે સવારે 9:00 કલાકે ટંકારા તાલુકાના નેકનામ ગામેથી મોરબી જિલ્લામાં પહોંચશે. બદન ગુજરાત ગૌરવ યાત્રા શરૂ થશે જેમાં માનનીય કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા પિયુષ ગોયલ સહિતના અગ્રણીઓ જોડાશે. ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા મોરબીમાં સાંજે 4 કલાકે નેહરુ ગેટ ચોકમાં પહોંચશે ત્યાં આ મહાનુભાવો જાહેર સભા પણ સંબોધન કરશે તેમજ પ્રેસ કોન્ફરન્સ પણ યોજાશે તેમજ જિલ્લામાં યાત્રામાં સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, ભરતભાઈ બોઘરા સાથે પૂર્વ ચેરમેન મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ધનસુખભાઈ ભંડેરી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સાથે મહામંત્રી તથા જિલ્લાના ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં સાથે જોડાશે. આ ગૌરવ યાત્રાના સમગ્ર મોરબી જિલ્લાના રૂટમાં જોઈએ તો દહીસરડા- સવારે 9:30 કલાકે સ્વાગત, નેકનામ - સવારે 9:50 કલાકે સ્વાગત, પ્રભુનગર (મીતાણા) સવારે 10:20 કલાકે સ્વાગત, ટંકારા સવારે 10:50 કલાકે સ્વાગત લજાઈ સવારે 11:30 કલાકે સ્વાગત, હડમતીયા બપોરે 12:00 કલાકે સ્વાગત, જડેશ્વર (કો) બપોરે 1:00 કલાકે સ્વાગત, રાતિદેવડી બપોરે 1:20 કલાકે સ્વાગત, વાકાંનેર બપોરે 1:40 કલાકે સ્વાગત, ઢુવા બપોરે 3:00 કલાકે સ્વાગત મકનસર બપોરે 3:20 કલાકે સ્વાગત, લીલાપર બપોરે 3:45 કલાકે સ્વાગત, રવાપર ચોકડી: સાંજે 3:45 કલાકે સ્વાગત, મોરબી નેહરુ ગેટ સાંજે 4:00 કલાકે સ્વાગત અને જનસભા ગેંડા સર્કલ સાંજે 6:05 કલાકે સ્વાગત, મહેન્દ્રનગર સાંજે 6:30 કલાકે સ્વાગત, ઘૂંટુ સાંજે 7:00 કલાકે સ્વાગત, નીચી માંડલ રાત્રે 7:30 કલાકે સ્વાગત, ચરાડવા રાત્રે 8:00 કલાકે સ્વાગત, સુંદરગઢ રાત્રે 8:30 કલાકે સ્વાગત, માનસર રાત્રે 8:40 કલાકે સ્વાગત, હળવદ ખાતે રાત્રે 9:00 કલાકે જનસભા તેમજ રાત્રી રોકાણ યોજાશે.