મોરબીઃ શરદ પૂનમના દિવસે મોરબીના અક્ષર ડેકોર દ્વારા એવોર્ડ શો અને ગરબા નાઈટનું આયોજન ક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓ અને તાલુકામાંથી 168 જેટલાં ટીવી અને ફિલ્મનાં કલાકારો, મેકઅપ આર્ટિસ્ટ, ડાયરેક્ટર, એક્ટર, એક્ટ્રેસ, કોરિયોગ્રાફસર, મોડેલ, અને બાળ કલાકાર, આર્ટિસ્ટ, લોક ગાયક કલાકાર, લોક સાહિત્યકાર, હાસ્ય કલાકાર અને સોશિયલ વર્કરોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ શોમાં મુખ્ય કલાકાર તરીખે જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવી ઉપસ્થિત રહ્યા હતા અને એવોર્ડ શોને ચાર ચાંદ લગાવ્યા હતા. અતિથિ વિશેષ તરીખે રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાનાં ઉપાધ્યક્ષ (ગુજરાત પ્રદેશ અધ્યક્ષ) રાજ શેખાવત અને નિકિતાબા રાઠોડ (તલવારબાજી ટ્રેનર એન્ડ સોશિયલ વર્કર) તથા રઘુનાથ સ્કૂલના પ્રેસિડેન્ટ ખુશી યાદવ, ગુજરાતી ફિલ્મનાં કેશવ રાઠોડ, ડાયરેક્ટ સૂર્યકિરણ રાવતજી, કે.સી. ચૌહાણ, નિકુંજ પટેલ સાવનરાજ, લોકિક માંડગે તથા સામાજિક અગ્રણી યુવા ઉદ્યોગપતિ પંકજભાઈ રાણસરિયા, રાજપૂત સમાજનાં યુવા અગ્રણી વિશ્વજીતસિંહ ચુડાસમા અને યુવા અગ્રણી અમિત આહીર તથા અનેક નામી અનામી અગ્રણીઓ હાજર રહ્યા હતા અને આ પ્રસંગને દીપાવ્યો હતો. એવોર્ડ શો બાદ શરદ પૂર્ણિમા નિમિતે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બેસ્ટ ડ્રેસ, બેસ્ટ પ્લેયર મેલ, ફિમેલ, કિડ્ઝને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં અક્ષર ડેકોરનાં ઓનર જયદીપભાઈ ડાભી તથા રક્ષિતભાઈ ખીરૈયા અને નાશા ગ્રુપ એજ્યુકેશનનાં પ્રમુખ વિજયભાઈ ભાડજા તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.