મોરબીઃ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરિત 'આર્ય ભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વર્લ્ડ સ્પેસ વિકની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમા ભારત દેશના ભવિષ્ય સમાન એન.સી.સી. કેડેટ તેમજ રાજકોટ બટાલિયન હવલદાર મેજર કુલદિપ સીંગ, EX ITBP જવાન પરમાર ઓધવજી વીરજીભાઇ, એનસીસી ઓફિસર ડૉ.બી એમ શર્મા, એમ. એમ. સાયન્સ કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. એચ. સી. માંડવીયા તેમજ 'આર્ય ભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્રમાંથી રોકેટ સાયન્સ વિષે માહિતી આપનાર દિપેન એલ. ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કેડેટ તેમજ ઓફિસરોએ રોકેટ જાતે બનાવવાથી લઇ જાતે ઉડાડવાની સમજણ લીધી હોવાનું 'આર્ય ભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રોજેક્ટ ડાયરેક્ટર એલ. એમ. ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું.