ચક્કાજામને પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા મોરબી : મોરબી નજીક હજારો વાહનોની અવર-જવર ધરાવતી મહેન્દ્રનગર ચોકડી પાસે છેલ્લા દોઢ કલાકથી કોઈ કારણસર ટ્રાફિકજામ સર્જાયો છે. મહેન્દ્રનગર પાસે ચાર રસ્તા પડતા હોય એ ચોકડીએ ચારેબાજુએથી વાહનોએ જ્યાં જગ્યા મળે ત્યાથી આડે-ધડ નીકળવાની કોશિશ કરતા ટ્રાફિક વધુ ગુંચવાયો હતો. અનેક વાહન ચાલકો ટ્રાફિકજામમાં ફસાવવાથી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. દોઢ કલાકથી વધુ સમય સુધી મહેન્દ્ર ચોકડીએ વાહન વ્યવહાર થભી ગયા બાદ લાંબી વાહનોની કતારો લાગતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી.