પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ત્રણ આરોપીઓની અટકાયત હળવદ : હળવદ તાલુકાના રણમલપુર ગામે નવરાત્રીમાં થયેલ ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવાન ઉપર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા અરવિંદભાઈ ટપુભાઈ વરમોરા સાથે અગાઉ નવરાત્રીમાં ઝઘડો કરનાર આરોપી ગોપાલ કેશા કોળી, બળદેવ ગોવા કોળી અને ભૂરા ગુગા કોળી નામના શખ્સોએ રણમલપુર ત્રણ રસ્તા નજીક પથ્થર વડે હુમલો કરી છરી મારવા પ્રયાસ કરી જાનથી મારી નાંખવા ધમકી આપતા આ મામલે ત્રણેય હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા.