મોરબી : વિધાનસભા ચૂંટણી પૂર્વે બદલીઓના દૌર ચાલુ થયા છે ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા 23 સનદી અધીકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લા કલેકટર જે. બી. પટેલની બદલી કરી તેમના સ્થાને ગાંધીનગરથી જી.ટી.પંડયાને મુકવામા આવ્યા છે. આજે રાજ્ય સરકાર દ્વારા 23 સનદી અધિકારીઓની બદલી કરવાંમા આવી છે જે અન્વયે લાંબા સમયથી મોરબી જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા જે. બી. પેટલને ગાંધીનગર યુવા અને સાંસ્કૃતિક વિભાગમાં મુકવામાં આવ્યા છે અને તેમના સ્થાને ગાંધીનગર ટેક્નિકલ એજ્યુકેશન વિભાગના ડાયરેકટર જી.ટી. પંડયાને મોરબી કલેકટર તરીકે મુકવામાં આવ્યા છે.