મોરબી : મોરબી જેલ રોડ ઉપર આવેલી જે.કે.હોટલમાં જામનગર નવાગામ ઘેડ, ડાંગરવાડામા રહેતા વિકાસ રાજેન્દ્રપ્રસાદ ઉ.39 નામના યુવાને અગમ્ય કારણોસર હોટલના રૂમના બારીના વેન્ટીલેશન સાથે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હોટલ મેનેજરે પોલીસને જાણ કરતા સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી જામનગર પોલીસને જાણ કરી છે.