ટંકારાઃ ટંકારાના કિડનીની સમસ્યા ધરાવતા દર્દીઓને ઘર આંગણે ડાયાલિસિસની સુવિધા મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા કિડનીના દર્દીઓને તાલુકા મથક પર જ ડાયાલિસિસ સેન્ટર આપવામાં આવ્યું છે. જેથી ટંકારા તાલુકાના દર્દીને હવે મોરબી કે રાજકોટ જવાની જરૂર નહીં પડે. આ ડાયાલિસિસ સેન્ટર દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે. આ તકે ટંકારા તાલુકાના આગેવાનો પ્રભુભાઈ કામરીયા, ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા પ્રમુખ ગૌતમભાઈ વામજા, નિલેશભાઈ પટેલ, રસિકભાઈ દુબરિયા હાજર રહ્યા હતા