મોરબી : નવરાત્રીનાં પાવન પર્વમાં હાલના સાંપ્રત સમયમાં પણ ગ્રામીય અને પરાવિસ્તારની ઘણી ગરબી આયોજકોએ હજુ પણ પ્રાચીન ગરબી અને નવરાત્રી પર્વની પવિત્રતા જાળવી રાખી છે. લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા આવા ગરબીનાં આયોજકોનું , પૂજારીનું અને ગરબીની બાળાઓં નું શરદ પૂર્ણિમાના લાણી આપીને સન્માન કરવાનું આયોજન કરેલ જેમાં મોરબીના માળીયા(મી.) ગામમાં પોલીસ લાઈન ખાતે શીતળા માતા ગરબી મંડળ આશરે 125 વર્ષ પહેલાથી પ્રાચીન ગરબીનું સુંદર આયોજન કરી રહ્યા છે, જેમાં હાલમાં પોલીસ લાઈન માં રહેતા સેવાભાવી પૂજારી હરી મારાજ,આયોજક બહેન જ્યોત્સનાબા જાડેજા તેમજ પી.એસ.આઈ. વી જે.જેઠવા તેમજ પોલિસ લાઈનનાં પોલીસ કર્મચારીભાઈઓ દ્વારા ખુબ જ સુંદર આયોજન કરેલ હતું. નોંધનીય વાત તો એ છે કે માળીયા ગામમાં વધીને 1% હિન્દૂ ની વસ્તી છે, આમ છતાં આજે 125 વર્ષ થી એજ આસ્થા અને પવિત્ર ભાવનાથી નાની નાની બાળાઓ અને માઈ ભક્તો દ્વારા જગ જનની માં ભગવતીની ભક્તિ આરાધના અવિરત ચાલે છે. જેમાં ગામ ની આશરે 105 બાલિકા સાથે માળીયા ગામની મુસ્લિમ પરિવારની 40 જેટલી બાળાઓં પણ હોસે હોસે માતાના ગુણગાન ગાવા અને ગરબે રમવા આવે છે.લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી વતી આં તમામ બાળાઓ ને સન્માન કરવા ભેટ રૂપે લાણી કરવામાં આવી, સાથે પોલિસ લાઈન નાં આયોજક ભક્તોનું સન્માન કરવામાં આવ્યું. આ તકે લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીમાંથી પ્રમુખ જગદીશભાઈ કાવર લા. ટી. સી. ફુલતરીયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, લાયન રંગપરીયાભાઈ, લા. રશ્મિકાબેન રૂપાલા, અનિલ જોબનપુત્રા, સૌરાષ્ટ્ર કરછનાં લાયન્સ ઇન્ટરનેશનલ ના દ્વિતિય વાઈસ ગવર્નર રમેશભાઈ રૂપાલા ખાસ હાજર રહી સર્વે આયોજકોનો આભાર વ્યક્ત કરેલ.