કાલે ગુરુવારે ભક્તિનગર સર્કલથી રામધન આશ્રમ મહેન્દ્રનગર સુધી બાઈક રેલી નીકળશે મોરબી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સોમનાથથી લઈને સૂઇગામ સુધી નીકળેલી યુવા પરિવર્તન યાત્રા આજે રાત્રે મોરબી આવી પહોંચશે. આ યાત્રાનું મોરબી કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરો દ્વારા સ્વાગત કરાશે. તેમજ કાલે ભક્તિનગર સર્કલથી રામધન આશ્રમ મહેન્દ્રનગર સુધી બાઈક રેલી નીકળશે. સોમનાથથી લઈને સૂઇગામ સુધી યુવા પરિવર્તન યાત્રા નીકળી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડો. ઇન્દ્રવિજ્યસિંહ ગોહિલ અને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ યુવા નેતા હરપાલસિંહ ચુડાસમાની આગેવાનીમાં આજે તા.12ના રોજ રાત્રે મોરબી ખાતે આવી રહી છે ત્યારે તેમના સ્વાગત માટે આવતીકાલે તા. 13ના રોજ સવારે 9 વાગ્યે ભક્તિ નગર સર્કલથી રામધન આશ્રમ મહેન્દ્રનગર સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હોય તો તમામ મોરબી યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ ખાસ ઉપસ્થિત મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ અલ્પેશ એચ. કોઠીયાની યાદીમાં જણાવાયું છે.