જનતાના જાગૃત સેવકની છાપ ધરાવતા નંદલાલભાઈની મોરબી-સુરેન્દ્રનગર જિલ્લાની જનતામાં લોકચાહના કિશાન મોરચાના જિલ્લા પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી ખેડૂતોના પ્રશ્નોને વાચા આપતા ગ્રામ્યપ્રજાના દિલમાં સ્થાન : 394 ગામોમાં નમો પંચાયતનું સફળ આયોજન મોરબી : વિધાનસભા ચૂંટણીના કાઉન્ટ ડાઉન વચ્ચે હળવદ - ધ્રાંગધ્રા બેઠક માટે ભાજપ અગ્રણી અને જનતાના જાગૃત સેવકની છાપ ધરાવતા ધ્રાંગધ્રાના યુવા કિશાન નેતા નંદલાલભાઈ પટેલનું નામ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે. ભાજપ યુવા મોરચાના પ્રમુખ પદથી લઈને ભાજપ કિશાન મોરચા ઉપરાંત આ અલગ -અલગ 13 સંસ્થાનમાં મહત્વની જવાબદારી સાંભળતા નંદલાલભાઈ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જનતામાં અભૂતપૂર્વ લોકચાહના ધરાવી રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના કાઉન્ટ ડાઉન વચ્ચે હાલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર પસંદગી માટે આંતરિક રીતે ગુણાંકન ચાલી રહ્યું છે અને નો રિપીટ તેમજ 60 પલ્સની થિયરી અપનાવવાનું નક્કી છે ત્યારે હળવદ - ધ્રાંગધ્રા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે ધ્રાંગધ્રાના રહેવાસી યુવા નેતા નંદલાલ પટેલનું નામ હાલ આ બેઠક માટે જોરશોરથી ચર્ચામાં છે. સેકન્ડ ઈયર બી.કોમ સુધીનો અભ્યાસ કરી તાલુકા યુવા ભાજપ, જિલ્લા યુવા ભાજપ, પ્રદેશ એક્ઝિક્યુટિવ મેમ્બર, ઇન્ચાર્જ ભાવનગર મહાનગર, પાટીદાર સીદસર કમિટી, જય સરદાર યુવા ગ્રુપ, સુરેન્દ્રનગર જિલ્લા કડવા પાટીદાર ગ્રુપ તેમજ ભાજપ કિશાન મોરચા સહિત 13 જેટલા સંગઠનોમાં તેઓ મહત્વના હોદા ઉપર સેવા આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રજાસેવા માટે તેઓ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સતત પ્રવાસ અને સેવા માટે દોડતા હોવાની સાથે તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 444 ગામો પૈકી સફળતા પૂર્વક 394 ગામડાઓમાં નમો પંચાયતના આયોજન થકી જન-જનના સંપર્કમાં રહી સંગઠન માળખાને મજબૂત બનાવવા કામમાં વ્યસ્ત રહ્યા છે. આ ઉપરાંત નંદલાલભાઈ (નરેન્દ્રભાઈ શંકરભાઇ પટેલ) કોટન ઇન્ડસ્ટ્રીઝ અને પેટ્રોલપંપ વ્યવસાય સાથે જોડાયેલા હોય વ્યાપારી વર્ગમાં પણ વિશેષ લોકચાહના ધરાવી રહ્યા છે. વર્ષ 2005થી જ જાહેર જીવનમાં આવેલા નંદલાલભાઈ પટેલ વિવાદોથી હંમેશા દૂર રહ્યા હોય ગ્રામ્ય અને શહેરી મતદારોમાં તેઓની ખુબ જ લોકચાહના જોવા મળી રહી છે. ખાસ કરીને મોરબી અને સુરેન્દ્રનગર બન્ને જિલ્લાને સાંકળતી હળવદ -ધ્રાંગધ્રા બેઠક ઉપર પાટીદાર, અને ઠાકોર સમાજનું વર્ચસ્વ છે ત્યારે નંદલાલભાઈ પટેલ બન્ને સમાજમાં ભારે આદર ધરાવે છે અને સર્વ સ્વીકૃત ઉમેદવાર હોવાનું પણ રાજકીય વર્તુળો જણાવી રહ્યા છે.