ચાર ઈસમો વિરુદ્ધ એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વરમા બાઈકના અવાજ મુદ્દે માતા સાથે જઈ રહેલા યુવાનને અટકાવી ચાર ઈસમોએ ઝઘડો કરી માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરતા મોરબી તાલુકા પોલીસ મથકમાં એટ્રોસિટી એકટ મુજબ ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા મીનાબેન ગિરધરભાઈ વાઘેલા અને તેમનો પુત્ર મનોજ બાઈક લઈને જતા હતા ત્યારે આરોપી જેતાભાઈ ભરવાડ, તેમના પુત્ર અને બે અજાણ્યા શખ્સોએ ફરિયાદી મીનાબેન અને તેમના પુત્ર સાથે મોટર સાયકલના અવાજ મુદ્દે ઝઘડો કરી લોખંડના પાઇપ અને સળિયા વડે ઇજાઓ પહોંચાડી જાતિ પ્રત્યે હડધૂત કરતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.