ટંકારા : ટંકારા શહેરની મધ્યે આવેલા વાઘેશ્વરી મંદિરમા છેલ્લા 65 વર્ષથી યોજાતી ગરબીનુ સંચાલન ગોવિંદભાઈ પનારા અને તેમની બે પુત્રીઓ ધર્મિષ્ઠાબેન અને બંસીબેન નિઃસ્વાર્થ ભાવે કરાયું હતું. અહીં બાળાઓને નવરાત્રી પૂર્વેથી દોઢ મહિના સુધી સતત પ્રાચીન ગરબાની થીમ ઉપર તાલીમ આપવામા આવી હતી. અહિં બાળાઓએ પ્રાચીન ગરબાની થીમ પર દાંડીયાના તાલે ખંજરી રાસ, ઢોલ નગારા રાસ, મહિસાસુર રાસ, અઘોર નગારા, ઘડા રાસ સહિતના રાસ રમવા સાથે જુદા જુદા માતાજીની વેશભૂષામા શણગાર સજી દૈત્યોનો સંહાર કર્યો હતો. દશેરાના દિવસે બાળાઓને અહીં લ્હાણી આપી ગરીબીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.