લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ગુન્હો નોંધાયા બાદ મોરબી પોલીસે અમદાવાદ એરપોર્ટ ખાતેથી ધરપકડ કરી મોરબી : મોરબીના ઐતિહાસિક મણિમંદિર નજીક દરગાહના ગેરકાયદે બાંધકામ મામલે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ગુન્હો નોંધાયા બાદ આ ચકચારી પ્રકરણમાં મોરબી પોલીસે અમદાવાદ એરપોર્ટ ખાતેથી મુંઝાવરને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઐતિહાસિક મણિમંદિર નજીક ગેરકાયદેસર રીતે દરગાહના ધાર્મિક દબાણ મામલે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હોય અંતે આ મામલે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે બાદ દરગાહના મૂંઝાવરને મોરબી પોલીસ દ્વારા ઝડપી લેવા પ્રયાસો હાથ ધરાયા હતા જેમાં બાતમીને આધારે મૂંઝાવર હાશમશા ઝાકિરશા ફકીર, ઉ.60, રહે.ભરવાડ શેરી મસ્જિદની સામે,મોરબી વાળાને અમદાવાદ એરપોર્ટ ખાતેથી ઝડપી લઈ સીટી એ ડિવિઝન પોલીસ હવાલે કર્યા હતા.