જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઇ પંડ્યા દ્વારા ગ્રહણકાલનું શું વિધાન સહિતની રસપ્રદ માહિતી અપાઈ મોરબી : દિવાળીના તેહવારમાં ચોપડા પૂજન અને લક્ષ્મીપૂજનનું વિશેષ મહત્વ છે, આ વર્ષે દિવાળીએ ધોકો પણ છે ત્યારે મોરબીના ગોલ્ડમેડાલિસ્ટ જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઇ પંડ્યા દ્વારા ગ્રહણકાલનું શું વિધાન ? ચોપડા ક્યારે ખરીદ કરવા ? ચોપડા પૂજન અને લક્ષ્મીપૂજનનું શ્રેષ્ઠ મુહૂર્ત ક્યારે તે સહિતની બાબતોની રસપ્રદ માહિતી આપવામાં આવી છે. જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઇ પંડ્યાના મતે પુષ્ય નક્ષત્ર નવા ચોપડા લેવા, નવા ચોપડા નોંધાવવા તેમજ નવા ચોપડા ખરીદવા માટે શ્રેષ્ઠ મુહૂર્તો સોનુ ચાંદી આભૂષણ લેવા માટેના શુભ મુહૂર્તો નીચે મુજબ છે. આસો વદ-૮, મંગળવાર, તા. ૧૮-૧૦-૨૦૨૨. પુષ્ય નક્ષત્ર આખો દિવસ, સવારે ૦૯-૩૮ ક. બપોરે ૩-૫૮ ક. સુધી (ચલ,લાભ,અમૃત), બપોરે :- ૩:૨૫ થી ૪:૫૨ સુધી (શુભ), રાત્રે:- ૭:૫૨ થી ૯:૨૫ સુધી (લાભ) હોરા મુજબ સવારે સૂર્ય,શુક્ર,બુધ,ચંદ્ર ની હોરા શુભ છે જે સવારે:-૭:૪૨ થી:-૧૧:૩૪ સુધી, બપોરે :-૧૨:૩૨ થી ૧:૩૦ ગુરુ ની હોરા, અભિજિત મુહૂર્ત :- ૧૨:૮ થી ૧૨:-૫૫ સુધી( શ્રેષ્ઠ મુહૂર્ત), બપોરે:-૨:૨૭ થી સાંજે ૬:૧૯ સુધી સૂર્ય,શુક્ર,બુધ,ચંદ્ર ની હોરા શુભ છે. સાંજે:- ૭:૨૧ થી ૮:૨૩ સુધી ગુરુ ની હોરા શુભ છે ગાદી ઉપાડવા માટે તેમજ નવા ચોપડા નોંધાવા નવા ચોપડા લેવા જવા માટે ના મુહૂર્તો આસો વદ-૧૧, શુક્રવાર, તા. ૨૧-૧૦-૨૦૨૨ રમા એકાદશી અને વાઘ બારસ. સાથે છે મઘા નક્ષત્ર ૧૨-૨૯ સુધી પછી પૂ.ફા. ચોઘડિયા મુજબ સવારે ૦૬-૪૬ કે, થી ૧૧-૦૫ ક, ચલ,લાભ,અમૃત), બપોરે ૧૨-૩૧ ક. થી ૧-૫૭ ક,(શુભ), સાંજે ૪-૫૦ ક. થી ૬-૧૬ ક.(ચલ), અભિજિત મુહૂર્ત ૧૨-૮ થી ૧૨-૫૮ સુધી (શ્રેષ્ઠ મુહૂર્ત), હોરા મુજબ સવારે:- ૬-૪૬ થી ૯-૩૮ સુધી શુક્ર,બુધ,ચંદ્ર ની હોરા, સવારે :- ૧૦-૩૪ થી ૧૧-૩૬ ગુરુ ની હોરા શુભ છે, બપોરે :- ૧-૨૯ થી ૪-૨૧ સુધી શુક્ર,બુધ,ચંદ્ર ની હોરા, સાંજે:- ૫-૧૯ થી ૬-૧૬ સુધી ગુરુ ની હોરા, રાત્રે:- ૭:૧૯ થી ૧૧-૨૯ સૂર્ય શુક્ર બુધ અને ચંદ્ર ની હોરા ધનત્રયોદશી ધનવંતરી પૂજન લક્ષ્મી પૂજન સોનુ ચાંદી ની ખરીદી કરવા માટેનું શુભ મુહૂર્ત યમદીપ દાનગાદી બિછાવવા માટે આસો વદ-૧૨/૧૩ શનિવાર, તા. ૨૨-૧૦-૨૦૨૨ પૂ.ફા. નક્ષત્ર ૧૩-૫૦ પછી ઉત્તરા ફાલ્ગુની વાઘબારસ સાંજના ૬-૮ સુધી છે જ્યારે પ્રદોષકાલ સાંજે ૬-૧૬ રાત્રે ૮-૪૬ સુધી છે. જેથી ધનતેરસ પ્રદોષકાલમાં ગ્રાહ્ય કરવી એવો શાસ્ત્ર સંગત નિયમ હોવાથી ધનવંતરી પૂજન લક્ષ્મી પૂજન માટે શ્રેષ્ઠ દિવસ રહેશે. સૂર્યોદયમાં કોઈપણ તિથિ હોય પરંતુ જ્યારે જે તિથિનું બળ જે સમયમાં વધતું હોય એ સમય ગ્રાહ્ય કરવો એવું નિર્ણય શાસ્ત્રો એ આપ્યો છે. ચોઘડિયા મુજબ સવારે ૦૮-૦૧૨ ક. થી ૦૯-૩૯ ક.(શુભ) બપોરે ૧૨-૩૧ ક. થી સાંજે ૪-૫૦ ક.સુધી (ચલ,લાભ,અમૃત) અભિજિત મુહૂર્ત:- મધ્યાહ્ન ૧૨-૮ થી ૧૨ ૫૬ પ્રદોષકાલ સાંજે ૬-૧૬ રાત્રે ૮-૪૬ સાંજે:-૬-૧૬ થી ૭-૫૦(લાભ) રાત્રે :-૯-૨૩ થી ૨:૦૫ (લાભ,અમૃત,ચલ) હોરા મુજબ:- સવારે:- ૭-૪૪ થી ૮-૪૧ ગુરુ ની હોરા સવારે:-૯-૩૯ થી ૧-૨૮ બપોરે સૂર્ય,શુક્ર,બુધ,ચંદ્ર ની હોરા બપોરે :- ૨-૨૬ થી ૩-૨૩ ગુરુ ની હોરા સાંજે :- ૪-૨૧ થી ૮-૨૧ રાત્રી સુધી સૂર્ય,શુક્ર,બુધ,ચંદ્ર ની હોરા રાત્રે:- ૯-૨૩ થી ૧૦-૨૬ સુધી ગુરુ ની હોરા કાળી ચૌદસ નરક ચતુર્દસી હનુમાનજીની પૂજા ભૈરવ પૂજન યંત્ર મશીનરીનું પૂજન તેમજ તંત્રવિદ્યા મંત્ર સિદ્ધ કરવા માટેનો રાત્રી નો ઉત્તમ શ્રેષ્ઠ સમય સુરાપુરા નું પૂજન તેમજ નૈવેદ્ય માટે નો દિવસ આસો વદ-૧૩/૧૪,રવિવાર, તા. ૨૩-૧૦-૨૦૨૨ ધનતેસરસ ૧૮-૦૪ ક. સુધી છે. રાત્રી સમયે ચૌદસ તિથિ જે દિવસ વાર તારીખ માં આવતી હોય એ દિવસ ગ્રાહ્ય કરવો યંત્ર મશીનરી પૂજન માટે ના મુહૂર્તો ચોઘડિયા મુજબ સવારે:- ૦૮-૧૩ ક. થી ૧૨-૩૧ ક. બપોરે ચલ,લાભ,અમૃત બપોરે:-૧-૫૭ ક થી ૩-૨૩ ક,શુભ સાંજે:-૬-૧૮-૧૦-૫૭ સુધી અભિજિત મુહૂર્ત ૧૨-૮ થી ૧૨-૫૬ સુધી હોરા મુજબ સવારે:-૬-૪૭ થી ૧૦-૩૬ સૂર્ય,શુક્ર,બુધ,ચંદ્ર ની હોરા સવારે:- ૧૧-૩૩ થી ૧૨-૩૧ સુધી ગુરુ ની હોરા બપોરે:-૧-૨૮થી ૫-૨૮ સાંજ સુધી સૂર્ય,શુક્ર,બુધ,ચંદ્ર ની હોરા સાંજે:- ૬-૧૬ થી ૭-૧૮ ગુરુ ની હોરા. દિવાળી-દીપાવલિ, ધન લક્ષ્મી-ચોપડા-શારદા પૂજન ચોપડા પૂજનનાં શુભ મુહૂર્તો આસો સુદ-૧૪/૧૫ અમાશ સોમવાર, તા. ૨૪-૧૦-૨૦૨૨ દિવાળી-દીપાવલિ હસ્ત ૧૪-૪૨ ૬. સુધી પછી ચિત્રા નક્ષત્ર, લક્ષ્મી પૂજન માટે પ્રદોષકાલયુક્ત સમયને ગ્રાહ્ય કરવો અમાસ સાંજે ૫-૨૮ થી શરૂઆત થાય છે જેથી પ્રદોશકાળ પણ સાંજે ૬-૧૪ થી ૭-૩૦ સુધી ગોધુલી વેળા યુક્ત વૃષભ સ્થીરલગ્ન યુક્ત ૭-૨૯ થી મળે છે. ચોઘડિયા અનુસાર સવારે:- ૦૬-૪૭ ૬. થી ૦૮-૧૩ક.(અમૃત) સવારે:-૦૯-૩૯ ક. થી ૧૧-૦૫ ક.(શુભ) બપોરે:-૧-૫૨ ક. થી સાંજે ૭-૪૮ ક. (ચલ,લાભ,અમૃત,ચલ) રાત્રે:-૧૦-૫૭ ક. થી ૧૨-૨૧ ક.(લાભ) મધ્ય રાત્રે ૧-૫૫ ક.થી સૂર્યોદય સુધી,(શુભ,અમૃત,ચલ) અભિજિત મુહૂર્ત ૧૨-૮ થી ૧૨-૫૬ સુધી હોરા મુજબ સવારે:-૬-૪૭ થી ૭-૪૪ ચંદ્ર ની હોરા સવારે:-૮-૪૨ થી ૯-૩૯ ગુરુ ની હોરા સવારે:-૧૧-૩૩ થી ૨-૨૫ બપોરે શુક્ર,બુધ,ચંદ્ર ની હોરા. બપોરે:-૩-૨૨ થી ૪-૨૦ ગુરુ ની હોરા સાંજે:- ૫-૧૭ થી ૯-૨૩ રાત્રિ સુધી સૂર્ય,શુક્ર,ચંદ્ર,બુધ ની હોરા રાત્રે:- ૧૦-૨૫ થી ૧૧-૨૮ ગુરુ ની હોરા મધ્ય રાત્રિ ૧૨-૩૧ થી ૪-૪૨ સુધી સૂર્ય શુક્ર,બુધ,ચંદ્ર ની હોરા પ્રાત: :- ૫-૪૬ થી ૬-૪૮ સુધી ગુરુ ની હોરા આસો વદ અમાસ તા. ૨૫-૧૦-૨૨ ને મંગળવારે ગ્રહણ છે આ ગ્રહણ પાડવાનું છે તેમ જ આ ગ્રહણ નો દોષ હોવાથી આ દિવસને પડતર દિવસ તરીકે રાખવો પડે. ગ્રહણ નો વેધ ૧૨ કલાક પહેલા લાગે પરંતુ બાળકો રોગી અને વૃદ્ધો એ સગર્ભા સ્ત્રી ઓ એ બપોરે ૧૨:૩૧ થી વેધ પાડવો જરૂરી છે સગર્ભા સ્ત્રીઓ એ ગ્રહણકાલ માં ખાસ બહાર ના નીકળવું ગ્રહણ પૂર્ણ થઈ ગયા બાદ પણ ત્રણ કલાક નો વેધ હોય જેથી આ દિવસે દિવાળીના કોઈપણ મુહૂર્ત નથી ગ્રહણ હોવાના કારણે. ગ્રહણ સમય સાંજે:- ૪-૩૬ મોરબી ના સમય અનુસાર થી સાંજે ૬-૧૪ સુધી છે ૨૮-૧૦-૨૨ ને બુધવાર ના રોજ બેસતુ વર્ષ ગુજરાતી સં.૨૦૭૯ ને આનંદ નામ સંવત્સર તા. ૨૮-૧૦-૨૨ ને બુધવાર ના રોજ બેસતુ વર્ષ નુતન વર્ષાભિનંદન અન્નકૂટ,ગોવર્ધન પૂજા , ધંધો વેપાર દુકાન પેઢી ચાલુ કરવા માટેનું મુહૂર્ત, સવારે:- ૬-૪૮ થી ૯-૩૯ (લાભ અમૃત),...