હળવદ : હળવદ શહેરના ભવાનીનગર ઢોરે રેલવે ફાટક પાસે રવિવારે રાત્રીના સમયે મોટર સાયકલની ચાવી બાબતે યુવાનને છરીનો ઘા ઝીકી આંતરડા બહાર કાઢી નાખવા મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રવિવારે રાત્રીના સમયે હળવદના ભવાનીનગર ઢોરા પાસે રેલવે ફાટક નજીક રામજીભાઈ જીલાભાઈ અજાણી નામના યુવાનને આરોપી હકાભાઈ હીરાભાઈ સુરેલાએ મોટર સાયકલની ચાવી મામલે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી છરીનો એક ધા પેટના ભાગે મારી આંતરડું બહાર કાઢી નાખતા આ મામલે હળવદ પોલીસ મથકમાં આરોપી હકા વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.